સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક સ્માર્ટ વોચ પહેરીને કારની વિન્ડસ્ક્રીન સાફ કરતી વખતે PayTM FASTagમાંથી પૈસા ઉપાડી રહ્યો છે. વાયરલ વીડિયોની જો વાત કરવામાં આવે તો વિડિયોમાં એક બાળક એપલ વોચ પહેરીને કારની બારી સાફ કરતો અને વિન્ડસ્ક્રીન પરના FASTag સ્ટીકરની સામે ઘડિયાળને ખસેડતો દેખાય છે જે લાગે છે કે તે તેની ઘડિયાળ વડે સ્ટીકરને સ્કેન કરી રહ્યો છે અને ખાતામાંથી પૈસા કાઢી રહ્યો છે.
https://twitter.com/Bikash63/status/1540285101598134273?s=20&t=CncLb9aKiQHAn5rihQekKA
જો કે, વિડીયો વાઇરલ થયા બાદ FASTag એ આવા કોઈ કૌભાંડની શક્યતાને નકારી કાઢી છે કારણ કે ફાસ્તેગ ટ્રાન્ઝેક્શન ફક્ત નોંધાયેલા વેપારીઓ દ્વારા જ શરૂ કરી શકાય છે, એટલે કે ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટરો તેમના સંબંધિત જિયો સ્થાનોથી આગળ જણાવે છે કે કોઈપણ અનધિકૃત ઉપકરણ NETC FASTag પર કોઈપણ નાણાકીય વ્યવહારો શરૂ કરી શકશે નહીં. અને તે સંપૂર્ણપણે સલામત છે.
Hi, NETC FASTag transaction can only be initiated by the registered merchants (Toll & Parking Plaza operators) which are onboarded by NPCI only from the respective geo-locations. No unauthorized device can initiate any financial transactions on NETC FASTag. It is absolutely safe.
— FASTag NETC (@FASTag_NETC) June 24, 2022
Hi, NETC FASTag transaction can only be initiated by the registered merchants (Toll & Parking Plaza operators) which are onboarded by NPCI only from the respective geo-locations. No unauthorized device can initiate any financial transactions on NETC FASTag. It is absolutely safe.
— FASTag NETC (@FASTag_NETC) June 19, 2022
હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.