સર્વ દેવોમાં પ્રથમ પૂજાનારા શ્રી ગણેશ મંગલકારી દેવ ગણાય છે માનવ જીવનને રિદ્ધિ સિદ્ધિ સુખ સંપત્તિ દિવ્યતા આપતા ગૌરીપુત્ર ગણેશજીની પધરામણીનાથોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વલસાડના ચૈતાલીબેન રાજપૂત નદીની માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવે છે અને લોકોને ઇકો ફ્રેન્ડલી ગણેશજી ઘરે કઈ રીતે બનાવે એને તાલીમ પણ આપી રહ્યા છે. પરંપરા મુજબ ભગવાનની માત્ર માટેની જ મૂર્તિઓનો પૂજા અર્ચના કરવામાં આવે છે હાલના સમયમાં ગણપતિની વિશાળ મૂર્તિઓનું પ્રદર્શનનું આકર્ષણ વધી ગયું છે. આ મૂર્તિઓ અનેક પ્રકારના કુત્રિમ મિશ્રણથી બનાવેલી હોવાથી પર્યાવરણ તથા જળ સંપતિને ભારે નુકસાન થાય છે.
તથા ઘણા એવા પર્યાવરણ પ્રેમીઓ ફક્ત માટીની જ મૂર્તિઓ સ્વીકાર કરે છે, ત્યારે વલસાડ શહેરમાં પણ માટીની શુદ્ધ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સર્જન થઈરહ્યું છે. વલસાડના ચૈતાલીબેન રાજપૂત છેલ્લા સાત વર્ષથી ફક્ત માટીની ગણેશ મૂર્તિનું સર્જન કરે છે અને લોકોને તાલીમ પણ આપે છે અને ફક્ત માટીની જ મૂર્તિની સ્થાપના કરવાની અપીલ કરે છે.
ગણપતિ વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમાને તૂટેલી હાલતમાં જોઈ વલસાડના ચૈતાલીબેન નિલેશભાઈ રાજપુત દ્વારા જસ આર્ટ ઇન્સ્ટિટયૂટ નામની સંસ્થા અંતર્ગત “મારા ગણેશ માટીના ગણેશ” એક મુહીમ છેલ્લા 7 વર્ષથી ચલાવવામાં આવી રહી છે જસ આર્ટ ઇન્સ્ટિટયૂટ નામની સંસ્થા શરૂ કરી ચૈતાલીબેન રાજપૂતે વિસર્જન બાદ ગણેશજીની પ્રતિમા જે ક્ષત-વિક્ષત સ્થિતિમાં તળાવમાં કે નદી કાંઠે જોવા મળે છે તેના બદલે માટી પાણીમાં ઓગળી જતી હોવાથી ગણેશજીની ગરિમા પણ જળવાઈ રહે અને ધાર્મિક લાગણી પણ ન દુભાઈ તેવા હેતુથી લોકોને ગણેશજીની પ્રતિમા કઇ રીતે બનાવાય એની ઓનલાઇન તાલીમ પણ આપી રહ્યા છે. જેમાં કોઈપણ સ્ટેન્ડ વગર તેઓ મૂર્તિ કઈ રીતે બનાવવું એ શીખવાડી રહ્યા છે.
2017 થી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી પર્યાવરણ જાગૃતિ માટે કામ કરી રહ્યા છે.ગુજરાત રાજ્યના અમરેલીના સામર્થ્ય એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી જન જાગૃતિની સાથે સાથે આગામી દિવસોમાં આવી રહેલા ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખી માટીની ગણેશજીની મૂર્તિ કઈ રીતે બનાવાય એની નિશુલ્ક માહિતી અને તાલીમ આપવામાં આપવામાં આવે છે. ચૈતાલીબેનનો આ પ્રયાસ લાંબા ગાળે પર્યાવરણ માટે ખુબ જ લાભકારક નીવડશે.