એક્ટ્રેસ સોનમ કપૂરને બોલિવૂડની સૌથી ફેશનેબલ બોલિવૂડ ડિવામાંથી એક માનવામાં આવે છે. તે પોતાના નવા આઉટફિટ્સ અને વોર્ડરોબ આઈટમ્સને હંમેશાં સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્લોન્ટ કરતી રહે છે.તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક નવા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જેને ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તસવીરોમાં સોનમ કપૂરે સફેદ રંગનો ખૂબસૂરત ડ્રેસ પહેર્યો છે.અને તેણે હાથમાં બ્રાઉન કલરની હેંડબેગ કેરી કરી હતી. સોનમના રાઉન્ડ શેપના સનગ્લાસ પણ આ આઉટફિટ સાથે ઘણાં સારા લાગી રહ્યા છે.
સોનમે બ્રાઉન કલરના લોફર્સ પણ પહેર્યા છે જે ઘણાં સારા લાગી રહ્યા છે. સોનમના આ લોફર શૂઝ તમને જોવામાં કોમન લાગી રહ્યા હોય પરંતુ તેની કિંમત લગભગ 62 હજાર રૂપિયા છે. Gucci Brixtonના આ હોર્સબીટ લેધર લોફર્સની કિંમત 50 હજાર રૂપિયાથી શરૂ થાય છે. જો તમારે પણ આ પ્રકારના શૂઝ ખરીદવા છે તો ઓછામાં ઓછા આટલા પૈસા તો ખર્ચ કરવા જ પડશે. તેના વર્કની વાત કરીએ તો સોનમ કપૂરની છેલ્લી ફિલ્મ ધ જોયા ફેક્ટર હતી. તેના પછી કોઈ પણ ફિલ્મની જાહેરાત કરી નથી..