સાબરકાંઠા જિલ્લાના વડાલી પત્રિકાલેખન ઉત્સવ અને ઘર-ધર તોરણ બાંધવાનો અવસર કાર્યક્રમયોજાશે. ગુજરાત નું ભૂષણ અને સાબરકાંઠા નું આભૂષણ શ્રી વડાલી તીર્થે ૨૨૦૦ વર્ષ પ્રાચીન વડાલીના ભાગ્યવિધાતા શ્રી શાંતિનાથ ભગવાનના આમૂલ ચૂલ જીર્ણોધ્ધારિત નૂતન શિખર બંધી જિનાલયમાં ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા-દીક્ષા-મહામહોત્સવ પ્રસંગ નો પ્રારંભ થઈ રહો છે
ત્યારે આજેપત્રિકાલેખન ઉત્સવ અને ઘર-ધર તોરણ બાંધવાનો અવસર કાર્યક્રમ શહેર ની અમીઝરા પાર્શ્વનાથજિનાલય ની બાજુમાં આવેલ રંજન-કાંતા વાળી ખાતે પૂજ્ય લબ્ધી વિક્રમગુ રુપટ્ટરત્ન વડાલી તીર્થોધ્ધારક શ્રધ્ધેય ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજ ની નિશ્રામાં યોજાશે ત્યારે જૈન સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.