રાસ, ગરબા અને રાસડા આ ત્રણેય અલગ-અલગ છે તેમજ તેમને અલગ-અલગ રીતે રમવામાં આવે છે. તેમજ તેની સાથે જોદાતેલી દંતકથાઓ અને માન્યત્તા અને મહત્વ ઘણું આગવું અને અદ્દભુત છે. સામાન્ય રીતે જોઈએ તો રસ બે વ્યક્તિ સાથે મળીને રમી શકે છે જયારે ગરબામાં વ્યક્તિ ગોળ-ગોળ ઘૂમીને એકલા ગરબા રમી શકે છે. પરતું આની દંતકથાઓ, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વિશિષ્ટ છે.
સૌપ્રથમ રાસના રચયિતા ભગવાન કૃષ્ણ છે. તેમનાં મોરલીના સ્વર પૂનમની ચાંદની રાતે રેલાતાં વ્રજની ગોપીઓ ભાન ભૂલી રાસ રમવા નીકળી પડતી હતી. દરેક પ્રજાને જેમ પોતાની ખાસિયતો હોય છે તેમ તેને પોતાનું આગવું લોકસંગીત અને નૃત્ય પણ હોય છે. વ્રજ અને મથુરા પછી ભગવાન કૃષ્ણે સૌરાષ્ટના દ્વારકામાં આવી નિવાસ કર્યો ત્યારથી રાસ સૌરાષ્ટ્રનું લોકનૃત્ય બની ચૂક્યો છે.
શ્રીમદ્ ભાગવતમાં રાસનું વર્ણન કરતાં વ્યાસે લખ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ મોરલી વગાડતાં રાધાની સાથે મધ્યમાં ઊભા રહ્યા હતા. એ સાથે જ ગોપીઓની સાથે કૃષ્ણ ગોળાકારમાં ફરીને પણ રાસ લેતાં હતાં. તેમના વિવધ સ્વરૃપ સાથે બધી ગોપીઓ સાથે રાસ રમતા હતા. આ દ્રશ્ય એટલું ભવ્ય અને દિવ્ય હતું કે આકાશમાં દેવતાઓ પણ એને જોવા પૃથ્વી પર ઉતરી આવ્યા હતા.
એ જ રીતે સૂર્ય પણ એક મહાકેન્દ્રની આસપાસ પોતાની મંડળી લઈને ઘૂમી રહ્યો છે. હાલના વૈજ્ઞાાનિઓએ પણ અણુપરમાણુની શોધ કરી હતી ત્યારે તેમને એ જોઈ આશ્ચર્ય થયેલું કે અણુઓ અને પરમાણુઓ એકબીજાની આસપાસ નિશ્ચિત ગતિએ ઘૂમી રહ્યા છે. સુષ્ટિના ઉદ્ભવ માટે પ્રકૃત્તિ અને પુરુષના પ્રયત્નોથી પણ એ સમયના યોગીઓ અજાણ હતા.
ભગવાન કૃષ્ણના દરેક કાર્ય પાછળ કંઈકને કંઈક રહસ્ય હંમેશાં રહેતું. એ પોતાની નાની નાની સાવ સામાન્ય લાગતી લીલાઓમાં આધ્યાત્મિક પ્રતિભાવોને વ્યક્ત કરતા. આપણા યોગીઓ એ કાળમાં પણ બ્રહ્માંડ રહસ્યને પામ્યા હતા. એમને ખબર હતી કે સૂર્યની આસપાસ પૃથ્વી અને બીજા ગ્રહો ગોળ ગોળ એક તાલમાં ઘૂમી રહ્યાં છે.
ગરબો પણ આ બ્રહ્માંડનું પ્રતીક છે. આપણા યોગીઓએ બ્રહ્માંડની કલ્પના એવી કરી હતી કે પ્રકાશના એક અલૌકિક તેજપૂંજની આસપાસ તણખા જેવા અનંત સૂર્યો ગોળ-ગોળ ઘૂમી રહ્યા છે. આજના મહાકાય દૂરબીનો અને અવકાશયાનોએ આ માન્યતાને-પુષ્ટિ આપી છે. સૂર્યમાળાઓ અને નિહારિકાઓથી આ બ્રહ્માંડ બન્યું છે. આજના વૈજ્ઞાાનિઓએ તૈયાર કરેલો બ્રહ્માંડનો નકશો જોશો તો તમને એમાં આપણા સ્વસ્તિકની પ્રતિકૃતિ દેખાશે.
બ્રહ્માંડની પ્રતીકરૃપ ગરબાની મધ્યમાં દીવો મૂકવામાં આવે છે. ગરબાનાં નાનાં-નાનાં છિદ્રોમાંથી પ્રકાશ બહાર આવે છે. અલૌકિક તેજપુંજ અને તેની આસપાસ ઘુમતાં સૂર્ય વિશ્વોનું આ પ્રતીક છે
ગરબો શબ્દ પણ ગર્ભ પરથી આવ્યો છે. ગર્ભ એટલે આ બ્રહ્માંડનું ગર્ભબ્રહ્માંડના ગર્ભ સુધી હજી વિજ્ઞાાનીઓની નજર પહોંચી નથી. પણ આપણા યોગીઓ તો આપણી નિહારિકાની પર થઈને બ્રહ્માંડના ગર્ભને પ્રતીકરૃપે એમણે ગરબામાં રજૂ કર્યો છે.
એક માન્યતા પ્રમાણે આ બ્રહ્માંડની મધ્યમાં દિવય જ્યોતિની આસપાસ આપણું આ આખુંય વિશ્વ તેની અનેક નિહારિકાઓ સાથે ઘૂમી રહ્યું છે. જ્યોતિર્મય કેન્દ્રોની આસપાસ ઘૂમતા રહેવાના વિશ્વના આ લક્ષણનું પ્રતિબિંબ જગતના દરેક પદાર્થમાં ઘડે છે. ગરબાના છિદ્રમાંથી પ્રકાશનું પ્રતિબિંબ આ જગતની લીલા સૂચવે છે.
ગરબામાં મુખ્યત્વે મા શક્તિની આરાધનાનાં ગીતો હોય છે. જ્યોતિર્મય અગ્નિએ શક્તિનું સ્વરૃપ છે. અંબા, અંબર-આકાશમાંથી ઉદ્ભવેલો શબ્દ છે. અગ્નિ, જળ, વાયુ વગેરે શક્તિઓ આકાશમાં ઉદ્ભવે છે. નવ પ્રકારની શક્તિઓને અલગ-અળગ નવદુર્ગા સ્વરૃપે આ નવરાત્રી દરમિયાન પૂજવામાં આવે છે. શક્તિઓની આરાધના પછી દશેરાનો દિવસ વિજયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.