કચ્છ જિલ્લાના ગાંધીધામમાં ગત રોજ 3 વાગ્યાના સમયે બાબુભાઇ મહાદેવભાઇ પ્રજાપતિની બાબુલાલ આંગડીયા સર્વિસ નામની આંગડીયા પેઢીમાંથી આશરે ૨૫ વર્ષની ઉંમરના બે ઇસમોએ આંગડીયુ કરવાના બહાને ઓફીસમાં આવી બાબુભાઇને માર મારી બેભાન કરી ઓફીસની તીજોરીમાંથી રોકડ રૂ.૧૦,૭૨,૬૧૫/- તથા એક ઓપો કંપનીનો મોબાઇલ કિં.રૂ.૧૦,૦૦૦/- તથા અન્ય ડોક્યુમેન્ટ મળી કુલ રૂ.૧૦,૮૨,૬૧૫/- ના મુદ્દામાલની લુંટ કરી નાસી ગયા હતા. જેને પગલે સરહદી રેન્જ ભુજ આઇ. જી.પી સુભાષ ત્રિવેદીએ આ લુંટના ગુન્હાના આરોપીઓ પકડવા માટે આદેશ કરતા પોલીસ અધિક્ષક પાટણ અક્ષયરાજ મકવાણાની સૂચનાના આધારે અને નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર એચ.કે વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી તથા રાધનપુર પોલીસને તમામ આરોપીઓ લુંટનો મુદ્દામાલનો ભાગ પાડવા સારૂ વારાહી રાધનપુર રોડ ઉપર આવેલ કલ્યાણપુરા ગામના પુલ નીચે ભેગા થવાના છે. જે બાતમી મળતા પાટણ એલ.સી.બી. તથા રાધનપુર પોલીસે સંયુક્ત રીતે વોચ રાખી લુંટની રોકડ ૯,૭૪,૨૫૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઈસમો સહિત પકડી પાડ્યા હતા. જે બાબતે આજ રોજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -