સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામે રૂપિયા બે લાખની માતબર ચોરીનો બનાવ સામે આવ્યો છે. લખતર પોલીસ સ્ટેશન માંથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના ડેરવાળા ગામે તા.4.11.19 ના રોજ સવારે 11.00 વાગ્યાથી તા.5.11.19 ના રોજ સવારે અગિયાર વાગ્યા સુધીમાં ડેરવાળા ગામે આવેલ બંધ મકાનનાં રૂમમાં આવેલ કબાટનું તાળું ચાવી વડે ખોલી કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના જેમાં હાસળી, પજો, છડા, હેરિંગ, છટુ, લકી, વીંટી, ચેઇન. મંગળસૂત્ર, બુટી વિગેરે મળી રૂ.1.95.000 ની ચોરી થયાની ફરિયાદ ડેરવાળાના નિવૃત બહાદુરસિંહ અમરસિંહ રાણાએ ફરિયાદ નોંધાવતા તપાસ લખતર પી.એસ.આઈ વાય.એસ.ચુડાસમા ચલાવી રહ્યા છે. એમ પણ હવે રાજ્યમાં ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ધોળા દિવસે પણ ચોરો ચોરી કરતા ડરતા નથી. લાગે છે કે, ચોરોમાં પોલીસ તંત્રને લઈને હવે કોઈ ફફડાટ નથી. એમાં પણ સુરેન્દ્રનગરનાં અનેક વિસ્તારોમાં ચોરીના બનાવો બનતા હોય છે. દિવસેને દીવસે સુરેન્દ્રનગરમાં ચોરીના બનાવોમાં વધારો થતો જાય છે અને સ્થાનીકોમાં પણ ચોરોનો ભય જોવા મળી રહ્યો છે. લોકો પોતાના ઘરમાં તાળા મારતા પણ ડરે છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -