બનાસકાંઠામાં આવેલા ડીસા તાલુકાના ભોયણ પાસે તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનુ છે કે, કોરોના વાયરસ વચ્ચે પણ તસ્કરોને પોલીસનો ખોફ નથી. મળતી વિગત અનુસાર શનિદેવ મંદિરની પાછળ કરિયાણાની દુકાનમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ મંદીના માહોલ વચ્ચે કરિયાણાની દુકાનમાં ૬૦ હજારની ચોરી કરી હતી.
રાત્રિ દરમિયાન ચોરોએ તાળું તોડી કરિયાણાના સામાનની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે.
તેવામાં બનાસકાંઠામાં તસ્કરો આ વસ્તુનો ફાયદો ઉઠાવીને ચોરી કરી રહ્યા છે. આવી મંદીના માહોલમાં કરિયાણાની દેકાનમાથી 60 હજારનો મુદામાલ ચોરી થયો હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં જોવા જઈએ તો લાગી રહ્યું છે કે, ચોરોને હવે પોલીસ કે તંત્રનો કોઈ જ ભય નથી. ચોરો બેફામ થઈને ચોરોને અંજામ આપી રહ્યા છે. તેવામાં પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. ચોરોની તપાસ શરૂ કરવામાં આવી છે.