આજકાલ દેશમાં કલમ- ૩૭૦ને લઈ કાશ્મીર ચર્ચાનું કેન્દ્ર બનેલુ છે ત્યારે વધુ એક કિસ્સાએ કાશ્મીરને ચર્ચામાં લાવી દીધું છે.. લોકોમાં પર્યાવરણ, સ્વાસ્થય અને શિક્ષણ થકી જતન અને જાળવણી માટે દેશની ૨૪૦૦૦ કિલોમીટરની યાત્રાની જમ્મુથી સાત મહિના પહેલાં શરુઆત કરનાર બાડમેરનો એક પર્યાવરણ પ્રેમી યુવક ૮૪૦૦ કિમીનું અંતર કાપીને થરાદ આવી પહોંચ્યો હતો. આ યુવક પોતાની યાત્રાની પુર્ણાહુતી આઠ મહિના પછી જયપુરમાં કરશે. સાયકલ પર પર્યાવરણ સંરક્ષણ માટે યાત્રા પર નિકળેલા આ યુવકની યાત્રા લાંબી હોવાથી વર્લ્ડરેકોર્ડ કરવાની પણ તમન્ના હોવાનું તેણે જણાવ્યું હતું. રાજસ્થાનના બાડમેર જિલ્લાના લંગેરા ગામના કોજાજીયા ઢાણીનો ૩૩ વર્ષનો નરપત સિંહ રાજપુરોહિત ગત જાન્યુઆરીની ૨૭ જાન્યુઆરીથી પર્યાવરણ સ્વાસ્થય અને શિક્ષણ થકી તેના જતન અને જાળવણી માટે જમ્મુથી ૨૪૦૦૦ કિમીનું અંતર કાપી સમગ્ર દેશના પરિભ્રમણે જઇ રહ્યો છે. પ્રકૃતીની લોકોમાં જાગૃતી માટે તેણે આજ સુધીમાં જમ્મુ એરપોર્ટથી હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, ઉતરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતનું ૮૪૦૦ કિમીનું અંતર કાપ્યું હતું. જે જયપુરમાં યાત્રા સમાપન કરશે. નરપતસિંહ રાજપુરોહિતે છ વર્ષમાં ૮૩ હજારથી વધુ વિવિધ વૃક્ષો પણ જાહેર અને ખાનગી સ્થળોએ રોપતા વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ થઇ ગયો હોવાનું જણાવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -