આજના યુવાનો આર્મીમાં જવા માટે આતુર હોય છે. અને તનતોડ મહેનત કરતા હોય છે. યુવા વર્ગ પોતાની ઇચ્છાને પૂરી કરવા માટે ખુબજ મહેનત કરે છે. ત્યારે પાટણ શહેરની દેવદર્શન સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ જગદીશભાઇ ભીલની બીએસએફમાં પસંદગી થતા આજરોજ તેઓનું સન્માન કરાયું હતું. તેઓ જમ્મુ કાશમીરમાં છ મહિના ટ્રેનિંગ લઈને પાટણ પરત આવતા સોસાયટીના રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ હતી,
અને તમામ રહીશો દ્વારા સન્માન કરાયું હતું. તેમનું પોસ્ટિંગ હવે પછી કરવામાં આવશે. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ કે પટેલ, તેમજ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહયા હતા. બીએસએફ જવાનના પિતા પાટણ નગરપાલિકામાં ફરજ બજાવે છે. ચિંતન ભીલે જણાવ્યું હતું કે તેમનામાં બાળપણથી જ દેશદાઝે રહેલી છે, અને આજે તેમનું સપનું સાકાર થતાં તેઓ સંતોષ અનુભવી રહ્યા છે.
