વિશ્વનો નંબર વન પુરૂષ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સર્બિયાઇ ટેનિસ ખેલાડીએ હાલમાં સર્બિયા અને ક્રોએશિયામાં આયોજીત પ્રદર્શની સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં ઘણા ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
ત્યારબાદ નોવાકે પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો. મહત્વનું છે કે ફાઇનલ રદ્દ થયા બાદ તે ક્રોએશિયા ગયો હતો અને બેલગ્રાદમાં તેનો ટેસ્ટ થયો હતો.
જોકોવિચના પહેલા વિક્ટર ટ્રૉઈકીએ મંગળવારે કહ્યુ કે તે અને તેની ગર્ભવતી પત્ની બંને કોરોના વાયરસથી સંક્રમિત છે. ટ્રૉઈકી બે ચરણની સ્પર્ધાના પહેલા ચરણમાં બેલગ્રાદમાં જોકોવિચની વિરુદ્ધ રમ્યો હતો.
ટ્રૉઈકી વિશ્વ રેન્કિગમાં ટોપ 20માં સામેલ રહી ચૂક્યો છે. દુનિયાનો નંબર વન ટેનિસ ખેલાડી જોકોવિચ અડ્રિયા ટૂરનો ચહેરો હતો. એડ્રિયા ટૂર પ્રદર્શની મેચોની સિરીઝ હતી, જેની શરુઆત સર્બિયાની રાજધાનીમાં થઇ અને ગત સપ્તાહે ક્રોએશિયાના જદરમાં મેચોનું આયોજન થયુ હતું. ફાઈનલ રદ થયા પછી તે ક્રોએશિયાથી ચાલ્યો ગયા હતો અને બેલગ્રામમાં તેનું પરીક્ષણ થયું હતું.