કોરોના વાયરસથી બચવા માટે સામાન્ય રીતે લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્કનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે બજારમાં અવનવા પ્રકારના માસ્ક પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. 10 રુપિયાથી લઈને હજારો રુપિયા સુધીના માસ્ક બજારમાં સરળતાથી મળી રહ્યા છે પરંતુ દુનિયાના સૌથી મોંઘા માસ્કની કિંમત જાણીને આપ સૌ ચોંકી જશો.
કોરોનાકાળમાં જો સૌથી વધારે કોઇ વસ્તુની જરૂરિયાત વધી છે તો તે છે માસ્ક, કેન્દ્ર સરકારથી લઇને રાજ્ય સરકાર તેમજ પોલિસ સાર્વજનિક જગ્યાઓ પર માસ્ક પહેરવાની અપીલ કરી રહી છે.
સામાન્ય રીતે તમને બજારમાં 10 રુપિયાથી લઇને હજારો રૂપિયાના માસ્ક મળી જશે પરંતુ તમને ખબર છે દુનિયાના સૌથી મોંઘા માસ્કની કિંમત કેટલી છે? દુનિયાના સૌથી મોંઘા માસ્કની કિંમત હજારો કે લાખોમાં નહી પરંતુ કરોડોમાં છે.
એક ઇઝરાયલી જ્વેલરી કંપનીએ આ માસ્ક બનાવવા પર કામ કરી રહી છે અને આ દુનિયાનુ સૌથી મોંઘુ માસ્ક હશે તેવો દાવો પણ કર્યો છે. સોના અને હીરાથી બનેલા આ માસ્કની કિંમત 1.5 મિલીયન એટલે કે 11 કરોડ રુપિયા છે. ડિઝાઇનર આઇઝેક લેવીએ કહ્યું કે, 18 કેરેટ સફેદ સોનાના માસ્કને 3600 સફેદ અને કાળા હીરાથી સજાવવામાં આવશે. જેને ટોપ રેટેડ 99 ફિલ્ટરથી સજાવવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં આ માસ્ક બની જશે તેવી આશંકાઓ સેવવામાં આવી રહી છે.