દિલ્હીના એક વરિષ્ઠ ડોક્ટર કે જેમણે કોવિડ -19 માટે રસી લીધી હતી, હવે તેની પત્નીના ક્રોધનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીના સીનિયર અને જાણીતા ડોક્ટર કેકે અગ્રવાલે પત્નીને મૂક્યા વિના એકલા જ કોરોની રસી લગાવડાવી લીધી. જે અંગેની તેમના પત્નીને જાણ થતાં પત્નીએ તેમનો ફોન પર ઉધડો લઈ લીધો હતો.
ખાસ વાત એ છે કે જે સમયે ડોક્ટર સાહેબને પત્ની ખખડાવી રહી હતી ત્યારે તેઓ લાઈવ હતા અને તેમની વાતચીત પણ રેકોર્ડ થઈ ગઈ. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ અને પદ્મશ્રીથી સન્માનિત ડોક્ટર કે.કે અગ્રવાલનો છે. કાર્ડિયોલોજિસ્ટ અને પદ્મશ્રી ડો. કેકે અગ્રવાલને તેની પત્નીનો ફોન આવ્યો ત્યારે રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો. રસીકરણ પછી તરત જ તેની પત્નીનો ફોન આવ્યો. તે સમયે તે સોશિયલ મીડિયા પર લાઇવ હતા. તેની પત્ની વારંવાર પૂછતી હતી કે, “તમે મને તમારી સાથે કેમ ન લઈ ગયા?” વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.