સુરતમાં નશાખોર પતિને શબક શિખડાવવા પતિ અને સાળાએ ક્રૂરતાની હદ વટાવી હતી. પહેલા પત્ની અને તેના ભાઈએ પતિને મારમાર્યો હતો. બાદમાં પતિને દોરડાથી ટેમ્પો પાછળ બાંધી ટેમ્પો પૂરપાટ ઝડપે ચલાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકાના કડોદરામાં કૃષ્ણાનગરની સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ (32) મિલમાં કામ કરે છે, જે પત્ની શીતલ સાથે દારૂ પી અવારનવાર ઝગડો કરતો હતો. ગત રોજ બાલકૃષ્ણએ શીતલ અને સાસુ સાથે ઝઘડો કરતાં શીતલે તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો.
અનિલ ટેમ્પો ચલાવતો હોવાથી પોતાનો ટેમ્પો લઈ આવ્યો હતો. અનિલ અને શીતલે બાલકૃષ્ણને ઢોર માર મારી બાલકૃષ્ણને ટેમ્પો પાછળ દોરડાવડે બાંધી 2000 ફૂટ સુધી રોડ ઉપર ઘસડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.. વિડિયોમાં જોઈ શકાય છે કે ટેમ્પો ચાલક એટલી સ્પીડમાં ટેમ્પો હંકાવી રહ્યો છે કે પાછળ બાંધેલ વ્યક્તિ આમ-તેમ ફગોળાઈ રહ્યો છે. ઘટનાને નજરે જોનાર સ્થાનિકો રોડ ઉપર દોડી આવ્યા અને ટેમ્પો અટકાવીને વ્યક્તિને છોડાવ્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ બાલકૃષ્ણને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે પોલીસે પત્ની અને ભાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.