કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી કરોડો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે જ્યારે લાખો લોકો મોતને ભેટ્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસની સંખ્યા 13 લાખને પાર કરી ગઈ છે. જોકે કોરોના સામેની જંગમાં ભારતના પ્રદર્શને અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોને પ્રભાવિત કર્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પણ મહામારી સામેની જંગમાં ભારતની ક્ષમતા પર વિશ્વાસ વ્ચક્ત કર્યો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ અમેરિકા, બ્રાઝિલ અને ભારત જ્યાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. હજુ પણ મહામારીને હરાવી ટોચ પર પહોંચવાની ક્ષમતા રાખે છે. WHOના ઇમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડો. માઇક રયાનએ કહ્યું કે, ભારત, અમેરિકા અને બ્રાઝિલ શક્તિશાળી, સક્ષમ, લોકતાંત્રિક દેશ છે. જેમની પાસે આ બીમારીનો સામનો કરવા માટે જબરદસ્ત આંતરિક ક્ષમતા છે.અમેરિકા દુનિયામાં સૌથી વધારે કોરોના પ્રભાવિત દેશ છે.
બીજા નંબર પર બ્રાઝિલ છે અને ત્યારબાદ ભારતનો નંબર આવે છે. રોયટર્સ ટેલીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના કેસ ગુરૂવાર સુધીમાં 4 મિલિયનથી વધારે થઇ ગયા છે. અહીં દર કલાકે સરેરાશ 2600થી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ કોરોના સામેની જંગમાં ભારતની પ્રશંસા કરી હતી. માઇક રયાને પણ કહ્યું હતું કે, કોરોનાના ફેલાવ પર રોક લગાવવા માટે ભારતે તેમની આક્રામક કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, આ ખુબજ મહત્વપૂર્ણ છે કે, ભારત સાર્વજનિક સ્વાસ્થ્ય સ્તર પર તેમની આક્રામક કાર્યવાહી ચાલુ રાખે. ભારતે સાઇલેન્ટ કિલર કહેવામાં આવતી ચિકન પોક્સ અને પોલિઓ જેવી બે ગંભીર બીમારીઓને નાબૂદ કરવામાં વિશ્વનું નેતૃત્વ કર્યું છે.