દિયોદર તાલુકા ના લુદરા પાસે આજે એક પ્રાઇવેટ ગાડીને અકસ્માત નડતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. જેમાં ગાડી ને ભારે નુકશાન આવ્યું હતું.ભાભર આઈ સી આઈ બેંકમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા યુવાન દિયોદરથી ભાભર તરફ જઈ રહ્યા હત.
જેમાં કાળઝાળ ગરમી ના કારણે ચાલક ને ચક્કર આવતા ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી જેમાં કર્મચારી નો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ બનાવના પગલે રાહદારીઓ તેમજ આજુબાજુના લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. મહત્વનું છે કે આ અકસ્માતના સદનસીબે મોટી જાનહાની થતાં ટળી હતી.