ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને દવા બનાવનારી કંપની એસ્ટ્રાજેનેકાની ભાગીદારીમાં વિક્સિત કોરોના રસી કોવીશિલ્ડના મર્યાદિત ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી દેતા સવાલ ઉઠી રહ્યા છે પરંતુ બ્રિટનમાં સોમવારે આ રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે.
ન્યૂઝ એજન્સી રોયર્ટસના જણાવ્યાં મુજબ અહીં સૌથી પહેલા એક 82 વર્ષના વૃદ્ધને કોવીશિલ્ડની રસી આપવામાં આવી છે. બ્રાયન પિંકર નામના આ વડીલ ડાયેલિસિસના દર્દી છે જેમને ઓક્સફોર્ડ સ્થિત એક હોસ્પિટલમાં કોવિડ-19 વિરુદ્ધ દેશમાં વિકસીત રસી આપવામાં આવી હતી.
કોવીશિલ્ડને બ્રિટનના દવા નિયામક સંસ્થાએ 30 જાન્યુઆરીના રોજ મર્યાદિત ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. ત્યારે બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેન્કાકે કહ્યું હતું કે 4 જાન્યુઆરીથી ઓક્સફોર્ડની કોરોના રસી મૂકાવવાનું કામ શરૂ થઈ જશે. ઓક્સફોર્ડની આ રસી ખુબ સસ્તી છે અને તેને સામાન્ય ફ્રીજમાં રાખી શકાય છે. જેનાથી તેને લગાવવું સરળ છે. બ્રિટને પહેલેથી કોવિશીલ્ડના 10 કરોડ ડોઝના ઓર્ડર આપી રાખ્યા છે. આ બાજુ અમેરિકી દવા નિર્માતા કંપની ફાઈઝર ની રસી પણ લાખો બ્રિટિશ નાગરિકોને અપાઈ ચૂકી છે.