ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. દેશમાં કોરોનાની વેક્સિન પર કામ ઝડપથી થઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં વેક્સિનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 2-3 દિવસમાં કોવેક્સિન ગુજરાતમાં આવી પહોંચશે.
કોવેક્સિનને ભારતીય ફાર્મા કંપની ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના સોલા સિવિલ ખાતે કોરોના વેક્સિન ટ્રાયલ માટે આવશે. કો-વેક્સિન સોલા સિવિલ ખાતે લવાશે. જેમાં પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ માટે આ વેક્સિન મુકાશે. જે માટે હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ આઇડેન્ટિફાય કર્યા છે. આ અંગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક પણ યોજાવાની છે.
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1487 કેસ નોંધાયા છે. 1234 દર્દીઓ રિકવર થયા છે..તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 17 લોકોના મોત થયા છે. કોરોનાના વધતા જતા કેસોને લઈને હવે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. તેવામાં કોવેક્સિન ટ્રાયલ માટે ગુજરાત આવતા લોકોને થોડી રાહત પણ થઈ છે.