કોરોના સંક્રમણ વચ્ચે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) એ એક એવુ ઉપકરણ વિકસાવ્યુ છે જે વ્યક્તિને આના સંક્રમણથી બચાવી શકે છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશને એક એવું અલ્ટ્રાવાયોલેટ ડિસઇન્ફેકશન ટાવરની રચના કરી છે જે ખૂબ જ વધારે સંક્રમણવાળા વિસ્તારને પણ કોઇ પણ કેમિકલ વગર થોડીક જ મિનિટોમાં અસંક્રમિત કરી દેશે.
યુવી બ્લાસ્ટર ટાવર કેમિકલ વિના હોટલ, મોલ અને એરપોર્ટ જેવી જગ્યાઓને સેનિટાઈઝ કરશે. યુવી ટાવરમાં 6 લેમ્પ છે. દરેક લેમ્પમાં 43 વોલ્ટના અલ્ટ્રા વાયોલેટ-સી પાવર છે. અહીંથી નીકળતા કિરણો હવા અને વસ્તુઓ પર રહેલ કોરોના વાઈરસને નષ્ટ કરે છે. યુવી બ્લાસ્ટર ટાવર 12 બાય 12નો રુમ હોય તો આ ટાવર ફક્ત 10 મિનિટની અંદર તેને ચેપ મુક્ત બનાવી શકે છે.
ડિવાઇસનું નામ ‘યુવી બ્લાસ્ટર’ રાખવામાં આવ્યું છે. યુવી બ્લાસ્ટર નામના યંત્રની રચના કરી છે જે એક અલ્ટ્રાવાયોલેટ એરિયા સેનિટાઇઝર છે. યુવી બ્લાસ્ટર પ્રયોગશાળાઓ, ઓફિસમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, કોમ્પ્યુટર માટે પણ ઉપયોગી છે જ્યાં કેમિકલનો છંટકાવ કરી શકાતો નથી.
તે એરપોર્ટ, શોપિંગ મોલ, મેટ્રો, હોટલ, ફેક્ટરી અને ઓફિસ વગેરેને અસંક્રમિત કરવામાં પણ મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓ દ્વારા તાજેતરમાં જ કોરોના વિરુદ્ધની લડાઇમાં એક માઇક્રોવેવ સ્ટરલાઇઝરની રચના કરવામાં આવી હતી.. કોરોના વિરુદ્ધની લડાઇમાં અત્યારે સૌથી વધુ ડિસઇન્ફેકશન ઉપકરણોની જરૂર છે. મોટા ભાગના ડિસઇન્ફેકશન ઉપકરણોમાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.ો