અમેરિકાએ ચીનના ચાર મીડિયા સંગઠન ચીન સેન્ટ્રલ ટેલિવિઝન, ચાઇના ન્યૂઝ સર્વિસ, ધ પીપલ્સ ડેલી અને ગ્લોબલ ટાઇમ્સને મીડિયા આઉટલેટના બદલે વિદેશી મિશનોના રુપે સામેલ કર્યા હતા..ત્યારે હવે સુપરપાવર અમેરિકાએ ચીન પર અંકૂશ લગાવવા માટે વધુ એક જબરદસ્ત પ્લાન બનાવ્યો છે.
દુનિયાભરમાં કોરોના ફેલાવવાનો આરોપ ઝેલી રહેલું ચીન હવે ચારેબાજુથી ઘેરાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકાએ ચીનને 60 દિવસની નોટિસ ફટકારી છે.
અમેરિકા હવે ચીનની કંપનીઓની નિગરાણી કરવા જઈ રહ્યું છે. અમેરિકાએ ચીનની 20 કંપનીઓની ઓળખ કરીને તેની યાદી તૈયાર કરી લીધી છે. જેનું નિયંત્રણ બેઈજિંગમાં સૈન્ય શાસન પાસે છે. ચીનની કંપનીઓ પર અમેરિકાથી ટેક્નોલોજી લઈ જવાનો પણ આરોપ છે.
મહત્વનું છે કે , ચીન વિરુદ્ધ દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોએ પણ આકરું વલણ અપનાવ્યું છે. આસિયાને કહ્યું કે ચીન દક્ષિણ ચીન સાગરમાં સંધિનું પાલન કરે તે જરૂરી છે . આ દેશોના નેતાઓએ કહ્યું છે કે 1982માં થયેલી સંયુક્ત રાષ્ટ્ર સમુદ્રી કાયદા સંધિના આધાર પર દક્ષિણ ચીન સાગરમાં અધિકાર નક્કી થવા જોઈએ.