મોરબીમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે. આથી મોરબીમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તો સાથે જ શિક્ષકોને શાળાન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. મોરબી પંથકમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં અવિરત મેધ મહેર જોવા મળી રહી છે ત્યારે મોરબી શહેરમાં રાત્રીના ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે શહેરના મુખ્યમાર્ગો પર પાણી ભરાયા છે જેથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. રાત્રીના ધોધમાર વરસાદને પગલે મોરબીના વાવડી રોડ પર આવેલ ગણેશનગરમાં રહેતા અને કડિયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ કાનજીભાઈ મોરીચવાણનું બે માળના ઘરમાં ઉપરનો ભાગ ધારાશાયી થયો હતો. જો કે જગદીશભાઈનો પરિવાર નીચેના માળે સુતો હોવાથી સદનશીબે કોઈને ઈજા થઇ ન હતી. તેવું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -