nCore ગેમ્સે ગયા મહિને ઘોષણા કરી હતી કે, તે ટૂંક સમયમાં એક્શન ગેમ FAU-G ને ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. એવામાં કંપનીએ હવે ઘોષણા કરી છે કે, આ ગેમની રાહ હવે પૂરી થવા જઈ રહી છે અને કંપની તેને આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે.
ત્યારે FAU-G ગેમ કેવા પ્રકારની હશે અને તેના ગ્રાફિક્સ કેવા હશે તેની રાહ જોઈ રહેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. આ ગેમનો ફર્સ્ટ લુક જાહેર થયો છે. અભિનેતા અક્ષય કુમારે ગેમનું ટીઝર રિલીઝ કર્યું છે.
Today we celebrate the victory of good over evil, and what better day to celebrate our Fearless and United Guards, our FAU-G!
On the auspicious occasion of Dussehra, presenting the #FAUG teaser.@nCore_games @BharatKeVeer @vishalgondal #AtmanirbharBharat #StartupIndia pic.twitter.com/5lvPBa2Uxz— Akshay Kumar (@akshaykumar) October 25, 2020
nCore ગેમ્સે પણ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ગેમનું ટીઝર લોન્ચ કર્યુ હતું. આ ટીઝરમાં ગલવાન ઘાટી ઉપર હેલિકોપ્ટર ઉડતા જોવા મળ્યા હતા, જ્યારે ભારતીય જવાન પણ ગલવાનમાં ટ્રેનીંગ અને ચીની સૈનિકો સાથે લડતા જોવા મળ્યા હતા.
એક રીપોર્ટ મુજબ આ એક્શનને બેંગ્લોર સ્થિત કંપનીએ આ રીતે બનાવી છે કે,જેમાં ભારતીય સૈનિકો ગલવાનમાં હાથોથી ચીની સૈનિકો સાથે ટક્કર લેતા નજરે પડે છે. લોન્ચ દરમિયાન ગેમમાં બેટલ રોયલ મોડ આપવામાં આવશે નહીં. ગલવાન ઘાટી મોડ સિંગલ અને મલ્ટિપ્લેયર બંને માટે હશે.