વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે બની રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સમય પર પૂરો થવામાં વિલંબ થઈ શકે છે. હકીકતમાં કોરોના મહામારીને કારણે આ વર્ષે જમીન સંપાદનમાં કામમાં વિઘ્ન આવ્યું છે. જેની સીધી અસર પ્રોજેક્ટ પર પડી રહી છે.
હવે આ પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર 2023માં પૂર્ણ થવાની સંભાવના છે. મહત્વનું છે કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનાનું નિર્માણ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન કરી રહ્યું છે. તેણે આ પરિયોજનામાં જાપાનને સામેલ કર્યું છે. કોર્પોરેશન તરફથી આ યોજના માટે 63 ટકા જમીનનું સંપાદન કરી લેવામાં આવ્યું છે.
તેમાંથી ગુજરાતમાં લગભગ 77 ટકા, દાદરા નગર હવેલીમાં 80 ટકા અને મહારાષ્ટ્રમાં 22 ટકા જમીન સામેલ છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં થઇ રહેલા વિલંબ વિશે બોલતાં ભારતીય રેલવે અધિકારીઓએ કહ્યું કે, મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતના નવસારી જેવા વિસ્તારમાં અત્યાર સુધી જમીન સંપાદન સાથે જોડાયેલા કેટલાક મુદ્દા છે. કોર્પોરેશને છેલ્લા વર્ષે લોક નિર્માણના 9 ટેન્ડર મંગાવ્યા હતા. પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે તે ખુલ્યા નથી. આ યોજનાનું કામ હવે ડિસેમ્બર 2023 સુધી પૂરુ થાય તેવી સંભાવના છે.