ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી સવાયા ગુજરાતીનું બિરૂદ પામેલા ફાધર વાલેસનું નિધન થયું છે. સ્પેનમાં 95 વર્ષની વયે ફાધર વાલેસે અંતિમ શ્વાસ લીધા. નોંધનીય છે કે ફાધર વાલેસના નિધનના સમાચાર મળતાં જ ગુજરાતમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. ત્યારે બીજી તરફ ફાધર વાલેસનો જન્મ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો.તેમ છતાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને તેમણે પોતાનો ભરપૂર પ્રેમ આપ્યો હતો. ફાધર વાલેસ ધર્મે ભલે ખ્રિસ્તી હોય પરંતુ વાણી અને વિચારમાં તેઓ સાચા વૈષ્ણવજન હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 1960થી 1982 દરમ્યાન ફાધર વાલેસ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક રહ્યા હતા.
ત્યારે બીજી તરફ ફાધર વાલેસે સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત સંખ્યાબંધ નિબંધસંગ્રહો આપ્યા છે. આત્મકથાના ટૂકડામાં ફાધર વાલેસના જીવનની ઘણી રસપ્રદ વિગતો આલેખાઇ છે. ઉલ્લેખનીય છે કે ફાધર વાલેસના લખાણોમાં સરળ ગદ્યની કેટલીક નોખી અભિવ્યક્તિઓ એકદમ સહજ બની છે. ગુજરાતી ભાષામાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે ફાધર વાલેસને વર્ષ 1966માં કુમારચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.