ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 495 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા 495 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 22562 થઈ ગઈ છે.
બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 392 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં વધુ 31 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1416 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 15501 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 327 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 77, વડોદરામાં 37 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 7 કેસ સામે આવ્યા છે તો ગાંધીનગર-રાજકોટ-ભરુચમાં 5-5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ-બોટાદ-સુરેન્દ્રનગર-નવસારીમાં 4-4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના ભાવનગર-સાબરકાંઠા-પાટણ-જામનગર-અમરેલીમાં 2-2 કેસ નોંધાયા છે. તો બનાસકાંઠા-અરવલ્લી-નર્મદામાં 1-1 કોરોનાનો કેસ નોંધાયો છે. ગુજરાતમાં કુલ 5645 એક્ટિવ કેસ છે જે પૈકી 68 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 5577 દર્દી સ્ટેબલ છે.