ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસથી જે કેસો ઘટી રહ્યા હતા તે અચાનક વધવા લાગતા તંત્રની પણ ઉંઘ હરામ થઈ છે. ત્યારે હવે ગુજરાતમાં વેક્સિનેશનનો ત્રીજો રાઉન્ડ શરુ થવા જઈ રહ્યો છે. આ અંગેની જાણકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપવામાં આવી હતી.
તેમણે આ અંગે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં 1 માર્ચથી 60 વર્ષથી ઉપરના લોકો અને ૪૫ વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે તેમને વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો છે કે, કોરોના વોરિયર્સને ભારત સરકાર તરફથી વેક્સિનેશન આપવાનું કામ સમગ્ર દેશમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને બીજા તબક્કામાં કરવાની હતી એ પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ 1 માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના લોકો અને ૪૫ વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે તેમને વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.