દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વખતપુર ગામનો એક અજીબો ગરીબ બનાવ બનવા પામ્યો છે. વખતપુરા ગામે રહેતા દિનેશભાઇ હાંડાને સાડા ચાર વર્ષની ઉંમરનો એક બાળક મળી આવતા તેને તેના માતા પિતા વિશે પૂછતા તે લાવારીશ હોવાનું જાણવા મળ્યું. બરોડા રેલવે સ્ટેશનથી તે બાળકને દત્તક લઇ પોતાના ઘરે લઇ આવ્યો હતો અને તેને પુત્ર તરીકે રાખી મોટો કર્યો હતો. પરંતુ આ દતક પુત્રે પોતાનું પોત પ્રકાસયું અને કરી નાખ્યો મોટો ગુનો તેને પોતાની દત્તક માતાની સાથે જ આડા સંબંધો બાંધ્યા હતા. બરોડા રેલવે સ્ટેશન ઉપર ભીખ માંગનારા કમલેશ નામના બાળકને દત્તક લાવી મોટી ભૂલ કરી હોય તેવું દિનેશ હાંડાને લાગ્યું. દિનેશે પોતાના ભાણેજ અને જમાઈને બોલાવી અને હકીકતની જાણ કરી અને હત્યાનું કાવતરું રચી કાઢ્યું. દતક લીધેલ બાળકના લાશને સગેવગે કરવા માટે ત્યાંથી કાળી ડેમ ઉપર લાવી લાશના હાથ પગ બાંધી તેની સાથે દોરડા વડે પથ્થર બાંધી અને ડેમમાં ફેંકી દીધી હતી. આમ દાહોદ Sog અને LcB પોલીસે પોલીસ મહાનિર્દેશક મનોજ શશીધાર, ગોધરા અને દાહોદ એસ.પી. હિતેશ જોઇસરની સૂચનાથી જુદી જુદી ટિમોની રચના કરી અને સર્વિલન્સ સિસ્ટમ, CDR ,અને બાતમીદારોના ઇનપુટ અને ટેક્નિકલ માહિતીના અધારે આ ગુનો ડિટેકટ કરી બે આરોપીઓની અટકાયત કરી જેલ ભેગા કર્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -