રાજ્યના ગૃહ વિભાગે રાજકોટ T.R.P. ગેમઝોન દુર્ઘટના જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે હેતુથી “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઈડ્ઝ એન્ડ ગેમિંગ ઝૉન એક્ટિવિટીઝ (સેફ્ટી) રૂલ્સ 2024” બનાવ્યા છે. આ નિયમો અંગે કોઈ પણ નાગરિકે પોતાના વાંધા અને સૂચનો આગામી 25 જૂન સુધીમાં ગૃહવિભાગના ઈ-મેઈલ આઈડી [email protected] પર મોકલી આપવાના રહેશે.
(ખૂબ કરૂણ બનાવ ગુજરાત રાજ્યમાં બન્યો અને એ બનાવની ગંભીરતા અને સાથે કરૂણતા જોતા જે પણ કોઈ કસૂરવાર હશે જેના સામે જે પ્રકારની કાર્યવાહી કરવાની હશે તો તે કરવા માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સખ્તમાં સખ્ત પગલાં લેવા માટે સરકારને ક્યાંય કોઈ પણ પ્રકારની હિચકિચાટ નથી. આ બાબતની અંદર સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ કરૂણ અને ન બનવા જેવો બનાવ બન્યો છે. તેને સુઓમોટો જાતે કરીને પણ ભવિષ્યની અંદર જ્યાં આગળ વસતિ કે, જેવા કે, મૉલ્સ છે, હૉસ્પિટલ છે. આ તમામે તમામ બાબત એ કાયદાઓમાં પણ જરૂર પડે ત્યાં સુધારોવધારો કરી અને એમાં કાર્યવાહી કરવાની દિશામાં સરકાર આગળ વધી.)