દેશમાં કોરોના વાયરસનો ચેપ વધ્યા બાદ લોકડાઉનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ દેશભરમાં 3 મે સુધી લોકડાઉન લંબાવ્યુ છે. ત્યારે આજથી કેટલાક રાજ્યોમાં લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ બધાની વચ્ચે તેલંગાણા સરકારે મોટો નિર્ણય લીધો છે. 3 મે સુધી લોકડાઉન વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્ય સરકારે આને 7 મે સુધી લંબાવી દીધું છે. આ નિર્ણય અંગે કેસીઆર સરકારે કહ્યું છે કે અમે તેલંગાણામાં તા 7 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે અને આ 8 મેના રોજ સમાપ્ત થશે.
આ નિર્ણય અંગે કેસીઆર સરકારે કહ્યું છે કે અમે તેલંગાણામાં તા 7 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે અને આ 8 મેના રોજ સમાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે કે તેલંગાણામાં અત્યાર સુધીમાં માત્ર 64 વિદેશથી આવેલા લોકો જ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ છે. હવે અમે દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકજમાં જોડાનાર જમાતની મુસાફરીના ઇતિહાસની શોધ કરી રહ્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન વધારવાના નિર્ણય અંગે કહેવામાં આવ્યું છે કે અમે સુનિશ્ચિત કરીશું કે આખા તેલંગાણામાં તેનો કડક અમલ થઈ શકે.
ઓનલાઈન ફૂડ સર્વિસ પર પ્રતિબંધ
કોરોનાના સંક્રમણને અટકાવવા તેલંગાણા સરકારે રાજ્યમાં ઓનલાઇન ફૂડ સર્વિસ કંપની ઝોમેટો, સ્વિગી અને પિઝા ડિલિવરીને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે જો આપણે પીત્ઝા નહીં ખાઈએ તો આપણે મરી જઈશું નહીં.