કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સક્રિય રાજકારણમાં પ્રવેશવના સંકેત આપ્યા છે. 40 વર્ષીય ફૈઝલ પટેલે જણાવ્યું કે, જો હાઈકમાન્ડ ઈચ્છે છે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે.
ફૈઝલ પટેલે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે કારણ કે તે તેમનો વિસ્તાર છે. મહત્વનું છે કે, ગત મહિને જ ફૈઝલ પટેલે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તેઓ હાલમાં રાજકારણમાં જોડાવા નથી ઈચ્છતા અને તેઓ તેમના મર્હૂમ પિતાના સામાજિક કાર્યોમાં રૂચી ધરાવે છે.
ત્યારે હાલ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયુ છે ત્યારે ફૈઝલે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં જોડાવાના સંકેત આપી દીધા છે. આપન જણાવી દઈએ કે, ફૈઝલ હાલ સામાજીક કાર્યોમાં રુચિ ધરાવી રહ્યા છે. ભરૂચમાં તેમની બે હોસ્પિટલ્સ તેમજ એક શાળા આવેલી છે. નોંધનીય છે કે 25 નવેમ્બરના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સલાહકાર અહેમદ પટેલનું નિધન થયું હતું.