સોશિયલ મીડિયા ફેસબુક પર હાલ એક વિચિત્ર દેખાતા પ્રાણીની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલ તસવીરોમાં જોવા મળતું 15 ફૂટનું એક રહસ્યમયી પ્રાણી સમુદ્રના પાણીમાં વહેતુ વહેતું બ્રિટેનના એક સમુદ્રી તટ પર આવી ગયુ. આ પ્રાણીનો કંકાલને જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા તેમજ તેમનામાં ફફડાટ પણ જોવા મળ્યો.
લિવરપૂલ ઈકોના જણાવ્યા મુજબ, 29 જુલાઈએ એક રહસ્યમયી પ્રાણીનો મૃતદેહ એન્સડેલ સમુદ્રી તટ પર જોવા મળ્યો હતો. આ મૃતદેહના ચાર પગ હતા જે ખૂબ જ વિચિત્ર લાગતા હતા. આ પ્રાણી લગભગ 15 ફુટ લાંબું હતું અને હાડકા બધે ચોંટી ગયા હતા, તેમાંથી લગભગ ચાર ફૂટ લાંબી સ્ટંક પણ હતી.
મહત્વનું છે કે, વિચિત્ર દેખાતા પ્રાણીની તસવીરો ફેસબુક પર આઈન્સડેલ સમુદાયના ગ્રુપ પર પોસ્ટ કરવામાં આવી હતી, જ્યાં આ ફોટા વાયરલ થઈ ગયા હતા. ધ સનના અહેવાલ પ્રમાણે આ પ્રાણીની ઓળખ હજુ અસ્પષ્ટ છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેની લાશ વધુ પડતી સડીને કોહવાઈ ગઈ હોવાથી તેનું મૂળ રૂપ જ બદલાઈ ગયું છે. તેની ઉપર એટલા પ્રમાણમાં રેતી ચોંટી છે કે આ કઈ પ્રજાતિનું પ્રાણી છે તેવું પણ ઓળખી શકાયું નથી. અધિકારીઓએ એક પશુ હટાવવાની કંપની સાથે વાત કરી છે જેથી આ જાનવરના અવશેષોને જલ્દીથી હટાવી શકાય. એવું માનવામાં આવે છે કે આ એક વ્હેલની પ્રજાતિ હોઈ શકે.