કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર રેલી દરમિયાન 26 જાન્યુઆએ દિલ્હીમાં અને લાલ કિલ્લા પર ઉપદ્રવનું કાવતરૂ પહેલાથી ઘડાઈ ગયું હતું. આ ખુલાસો દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની SITની ટીમે કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઉપદ્રવીઓને લાલ કિલ્લા અને આઇટીઓ પર પહોંચવાની સૂચના અપાઇ હતી. જેનો હેતુ ભીડમાં રહીને ઉપદ્રવની શરૂઆત કરવાનો અને આંદોલનકારીને પણ તેમાં સામેલ કરવાનો હતો. પોલીસ સૂત્રએ આપેલી જાણકારી મુજબ ઉપદ્રવીમાં ઇકબાલ સિંહની ભૂમિકા મુખ્ય હતી.
તેમણે ભીડ એકઠી કરીને લાહોર ગેટ તોડવા અને લાલ કિલ્લાની પ્રાચીર પર ધર્મનો ઝંડો ફરકાવવા માટે ભીડને ઉશ્કેરી હતી પોલીસે મોસ્ટ વોન્ટેડ આરોપી ઇકબાલ સિંહ પર 50 હજારનું ઇનામ પણ જાહેર કર્યુ છે. મહત્વનું છે કે, 26મી જાન્યુઆરીના રોજ થયેલ હિંસા મામલે અત્યાર સુધીમાં દિલ્લી પોલીસે 124થી વધુ લોકોની ધરપકડ કરી છે. જ્યારે 44 FIR નોંધાઈ છે. 44માંથી 14 કેસની તપાસ SIT કરી રહી છે.