દુનિયાભરમાં કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. દરરોજ હજારો લોકો વાયરસના કારણે મોતને ભેટી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબ્લ્યુએચઓની યાદીમાં 165 કંપનીઓ મહામારીની વેક્સીન બનાવવામાં લાગી છે. આ કંપની પ્રી ક્લીનિકલ સ્ટેજ સુધી પહોંચી ચુકી છે, પરંતુ આમાંથી માત્ર 23 જ માનવ પરીક્ષણ કરવાની છે. આમાંથી એક વેક્સીન લોન્ચ પણ કરી દેવામાં આવી છે જેને રશિયાના વૈજ્ઞાનિકોએ બનાવી છે. કોરોના વાયરસની રસી બનાવીને રશિયાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધા છે.
પ્રથમ ડોઝ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને આપવામાં આવ્યો છે. જો કે, રશિયાએ બનાવેલી કોરોનાની રસીને લઇને હવે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
(File Pic)
પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે રશિયાએ બનાવેલી કોરોનાની રસી 18 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિને આપવામાં નહીં આવે, આ ઉપરાંત સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પણ આ રસી નહીં આપવામાં આવે. રશિયાની ન્યૂઝ એજન્સીના હવાલાથી મળતી ખબર પ્રમાણે બાળકો,વૃદ્ધો અને સગર્ભા પર પડનારી અસરની કોઇ જાણકારી નથી, તો રસીની પડનારી અસરનો અભ્યાસ પણ ન કરાયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. તો કોરોના સામેની રશિયાની રસીનું ફેઝ-3નું ટ્રાયલ બાકી છે.