દેશભરમાં કોરોનાની મહામારીએ તેનું જોર પકડ્યું છે.. કોરોનાથી સંક્રમિતોના આંકડા સતત વધી રહ્યા છે. ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.. જોત જોતામાં કોરોનાએ પોતાનું પ્રોત પ્રકાશ્યુ છે અને હાલ ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા છેલ્લા આંકડા મળ્યા ત્યાં સુધી 432થી ઉપર પહોંચી ગઈ છે. અમદાવાદ, ગાંધીનગરથી લઈ ભરુચ અને પાટણ જિલ્લા સહિતના અનેક જિલ્લાઓમાં કોરોના પ્રસરી ગયો છે.ત્યારે ગુજરાત સરકારે જે જિલ્લાઓમાં કોરોના નથી ફેલાયો તે જિલ્લામાં કોરોનાને ફેલાતો અટકાવવા કમર કસી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 19 જિલ્લામાં કોરોના એ પ્રવેશ કરી લીધો છે. અમરેલી, મહિસાગર, બોટાદ, નર્મદા, વલસાડ સહિત 10 જેટલા જિલ્લા કોરોનાથી બચી શક્યા છે ત્યારે ગુજરાત સરકાર તનતોડ મહેનત કરીને માસ્ટર પ્લાન બનાવ્યો છે કે, કોરોનાને ક્લસ્ટર કન્ટેન્ટમેન દ્વારા જે એરિયા ચેપગ્રસ્ત છે ત્યાં જ રોકી લેવામાં આવે અને તેને ફેલાતો અટકાવી દેવામાં આવે.મુખ્યમંત્રી રુપાણી સહિત તમામ કેબિનેટ અને ડોક્ટર્સ, કલેક્ટર તેમજ પોલીસ સહિતના લોકોએ સાથે મળીને એક માસ્ટર પ્લાન બનાવ્યો છે. જે જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી ત્યાં રેન્ડમલી કોરોનાના ટેસ્ટ કરી અને પોઝિટિવ કેસો છે કે કેમ તેની ચકાસણી કરાશે. રાજ્યમાં 10 જેટલા જિલ્લાઓ એવા છે કે જે કોરોનાથી સલામત રહ્યા છે… જોકે રાજ્ય આરોગ્ય વિભાગને એવી દહેશત છે કે શહેરોમાંથી ગયેલા લોકો ગામડાઓમાં પણ કોરોના ફેલાવી શકે છે.