દેશભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. સંકટના આ સમયમાં રાજસ્થાનથી એક સારા સમાચાર આવ્યા છે. જયપુર સ્થિત કંપની ક્લબ ફર્સ્ટે એક એવો રોબોટ બનાવ્યો છે જે આ મહામારીના સમયમાં મદદરુપ સાબિત થઈ શકે છે.
આ રોબોટ ના માત્ર થર્મલ સ્ક્રીનિંગ કરી શકે છે પરંતુ એવા લોકોની પણ ઓળખ કરી શકે છે કોણે માસ્ક પહેર્યુ છે અને નથી પહેર્યું. કંપનીના એમડી ભુવનેશ મિશ્રાએ કહ્યું, આ રોબોટ થર્મલ સ્ક્રીનિંગ કરી શકે છે.
ઉપરાંત કોણે માસ્ક પહેર્યુ નથી અને કોણે પહેર્યુ છે તે પણ જણાવે છે. અમારું 95% ઉત્પાદન ભારતમાં થયું છે. સ્પાઈન ટેક્નોલોજી પર બનેલો આ વિશ્વનો પ્રથમ રોબોટ છે.
રોબોટ કોઈ લાઈન કે ચુંબકીય પાથને અનુસરતો નથી અને આપમેળે જ નેવિગેટ કરે છે. કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવી રાખવાના નિયમનું પાલન કરવું ફરજિયાત છે. થર્મલ સ્ક્રીનિંગ દ્વારા શરીરનું તાપમાન માપવામાં આવે છે અને તેના લક્ષણોની ઓળખ કરવામાં આવે છે. રોબોટના કારણે આ કામ વધુ આસાન થઈ જશે.