બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં રિજલ્ટનો ગોટાળો સામે આવ્યો છે. થરાદ નામિયાલ પ્રાથમિક શાળા માં રિજલ્ટ માં બેદરકારી સામે આવી છે. ધોરણ 8 ના પરિણામ માં બાળક નેઅંગ્રેજી માં 160 માંથી 165 ગુણ સામાજિક વિજ્ઞાન માં 160 માંથી 174 ગુણ અંગ્રેજી માં પણ 160 માંથી 165ગુણ અપાયા. પ્રાથમિક શાળા માં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ હોય છતાં 160 કરતા વધુ ગુણ અપાતાચકચાર મચી ગયો હતો. શાળા ના બાળક નું સમગ્ર રિજલ્ટ સોસીયલ મીડિયા માં વાયરલ થતા શિક્ષકો ની કામગીરી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે.
પરિણામ વર્ગશિક્ષક એ તૈયાર કર્યા બાદ આચાર્ય એ પણ સહીસિક્કા કરી વેલીડ કર્યું હતું. શિક્ષણ સુધારા ની વાતો કરતી સરકાર ની કામગીરી પર પાણી ફેરવતા આવાશિક્ષક પર લોકો નો કટાક્ષ! જ્યાં મૂલ્યાંકન કરતા વધુ ગુણ અપાતા હોય ત્યાં બાળક નું ઘડતર કેવું થતુંહશે? આટલી મોટી બેદરકારી ગુજરાત સરકાર ની શિક્ષણ નીતિ પર સવાલો ઉઠાવે છે. શું આટલી મોટીભૂલ શિક્ષક કે આચાર્ય ના ધ્યાન નહિ આવી હોય…? વર્ગ શિક્ષક બાદ આચાર્ય શ્રી એ પણ રિજલ્ટ માં ભૂલ કેમ ન પકડી.. ? આ ભૂલ સરત ચૂક થિ કે જાણી જોઈ ને કરેલી હતી.. ?