કાશ્મીરથી કલમ 370 હટાવ્યાને આવતીકાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યુ છે. કલમ 370 રદ કરવાને બુધવારે એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે પણ ખીણને હજુ પણ નવી સવારનો ઈન્તેજાર છે. ત્યારે પરિવર્તન, વિકાસનો જે વાયદો કરાયો હતો, પૃથ્વી પરના સ્વર્ગમાં તેનાં નિશાન 35 દિવસ પછી પણ દેખાઈ નથી રહ્યાં. વેપાર, પર્યટન, શિક્ષણ એટલું જ નહીં દરેક ક્ષેત્ર માટે એક વર્ષ મુશ્કેલીભર્યું પસાર થયું.
(File Pic)
5 ઓગસ્ટ, 2019ના રોજ 370 કલમ હટાવાઈ હતી. કેન્દ્ર સરકારે આ પરિવર્તનને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. ત્યારબાદ સરકારી કડકાઈ – કર્ફ્યૂ જેવા પ્રતિબંધોએ કાશ્મીરીઓના પગ બાંધી દીધા.
(File Pic)
પછી 2020ની શરૂઆતમાં છૂટ મળવા જ લાગી હતી કે લોકડાઉન લગાવી દેવાયું. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ આશિક કહે છે કે બહારનાં રોકાણકારો કરતાં પહેલાં સ્થાનિક વેપારીઓ પર ધ્યાન આપવાની જરૂર છે જે સંપૂર્ણ મૂડી અહીં લગાવી ચૂક્યા છે.
(File Pic)
કાશ્મીરમાંથી દર વર્ષે આશરે 1600 કરોડનું વૂડન હેન્ડિક્રાફ્ટ, પેપર-મેશ તથા શૉલ વગેરેની નિકાસ થાય છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ શેખ આશિક કહે છે કે ગત 5 ઓગસ્ટ બાદથી 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો બીજીબાજુ ખીણમાં ઈન્ટરનેટની સ્પીડ મોટો મુદ્દો છે. રફી વાણી જેવા ઓનલાઇન બિઝનેસ સંચાલકો માને છે કે સેક્ટર અંતની અણીએ પહોંચી ગયું છે. ઝડપી ઈન્ટરનેટ અમારા જ નહીં ગ્રાહકો માટે પણ જરૂરી છે. ધીમા ઈન્ટરનેટને લીધે બાળકો ઓનલાઈન અભ્યાસ પણ કરી શકી રહ્યાં નથી. આતંકી ઘટનાની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે જાન્યુઆરી બાદથી 148 આતંકી સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. 2019માં 188 આતંકી ઘટના બની હતી જ્યારે ચાલુ વર્ષે આ સંખ્યા 120 છે. તો સુરક્ષાદળોએ 2019માં 126 આતંકીઓને ઠાર માર્યા હતા. જ્યારે ચાલુ વર્ષે સુરક્ષાદળોએ 148 આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે.