ડભોઇ સહિત તાલુકા ના લોકોના ચોમાસાના આગમન ની રાહજોતા ખેડૂતો અને નગર તાલુકાના લોકો માટે સારા સમાચાર 3 દિવસ થી હાથ તાળી રમતા મેઘરાજાનું ડભોઇ તાલુકા મા આગમન 3 દિવસ થી તાલુકા પંથકમાં વરસાદી માહોલ બનતા એક આશા બંધાઈ હતી પન વરસાદ ન પડતા લોકો નિરાશ હતા
જે નો આજ રોજ અંત આવ્યો ગત મોડી સાંજ થી ભારે પવન ફૂંકાયા બાદ પંથક ના ચાંદોદ , ધરમપુરી,સિતપુર,જુનિમંગરોલ, સહિત નગર ના ડેપો,કાઝીવાળા,શિનોર ચોકડી સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટા પડતા વાતાવરણ મા ઠંડક પ્રશરી જવા પામી હતી જ્યારે ખેડૂતો મા આનંદનો માહોલ જોવા મળ્યો હતો વરસાદ પડતા હવે ખેડૂતો વાવણી કરી શકશે તો ગત રોજ ફૂંકાયેલા ભારે પવન ને કારણે કેટલાક વૃક્ષ ધરાસાઈ થવા પામ્યા હતા વનવિભાગ દ્વારા વૃક્ષ હટાવા કામગીરી કરવામાં આવી હતી