કેન્દ્ર દ્વારા વીમા યોજનાના પ્રીમિયમમાં વધારો કરવામાં આવ્યો છે. સૂચવવામાં આવેલા નવા દર 1 જૂનથી લાગું કરવામાં આવશે. કેન્દ્રએ પીએમ જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રીમિયમ દૈનિક રુ.1 થી વધારીને 1.25 કર્યું છે. પીએમ સુરક્ષા વીમાનું પ્રીમિયમ કે જેમાં મંગળવારે વધારો કરીન 12ને બદલે 20 કરાયું છે.
આ ઉપરાંત વાર્ષિક પ્રીમિયમ 330 જે ભરવું પડતું હતું તેમાં 436 રુપિયા હવેથી ભરવું પડશે. ખાસ કરીને પીએમ જીવન જ્યોતિ વીમા યોજનાનું પ્રીમિયમ 32 ટકા અને પીએમ સુરક્ષા વીમાં યોજનાનું પ્રીમિયમ 67 ટકા વધ્યું હતું. આ ચાલું વર્ષના 31 માર્ચ સુધીમાં પીએમ જ્યોતિ વીમા યોજનાનું પ્રીમિયમ 6.4 કરોજ અને પીએમએસબીવાયના 22 કરોડ ગ્રાહક હતા.
પીએમ સુરક્ષા યોજના અંતર્ગત શરુઆતથી 31 માર્ચ સુધી રુ. 1,134 કરોડ જમા થયા હતા તેની સામે 2513 કરોડના દાવાની ચૂકવણી થઈ છે. પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત 9,737 કરોડ રુપિયાનું પ્રીમિયમ કલેક્ટ થયું અને 14,144 કરોડના દાવાની પતાવટ કરવામાં આવી હતી.જો કે, આ તમામ બાબતોની વચ્ચે હવે કેન્દ્ર દ્વારા વીમા યોજનાના પ્રીમિયમનો વધારો કરવામાં આવ્યો છે. જેથી આ નજીવા આવતા પ્રીમિયમમાં નજીવો પણ વધારો કરવામાં આવ્યો છે.ઘણા લોકો આ બન્ને યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેમને વાર્ષિક પ્રીમિયમ થોડા ઘણા અંશે હવેથી વધુ ભરવું પડશે. આજથી એટલે કે, 1 જૂનથી તેનો અમલ થશે.