રાજકોટમાં એક તરફ ગૃહમંત્રીની હાજરી છે, ત્યારે બીજી તરફ હત્યાની ઘટના બનતા પોલીસમાં દોડધામમચી જવા પામી છે. રાજકોટ શહેરના પોશ વિસ્તાર સમા અમીન માર્ગ વિસ્તારમાં હત્યાની ઘટના સામેઆવી છે. અમીન માર્ગ પર આવેલા વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ
પટેલના વેવાઇ પ્રવીણભાઇ પટેલના બંગલામાં ચોરીના ઇરાદે ઘૂસી કેટલાક શખ્સોએ પ્રવીણભાઇ પટેલના માણસ વિષ્ણુભાઇ ઘુચરા (ઉ.વ.60)ની હત્યા નિપજાવી છે. હાલ સમગ્ર મામલે રાજકોટ માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છેઅને તપાસ હાથ ધરી છે. આજે રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ તેની હત્યા કરી નાંખી છે. આરોપીએમૃતકને તીક્ષ્ણ હથિયારના બે ઘા મારી હત્યા કરી છે. આરોપીએ ડિસમિસ વડે માથાના ભાગે અને ગળાથી નીચેના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. હાલ કોઈ નેપાળી શખસોએ આ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના અમીનમાર્ગ પર વિદ્યાકુંજ સોસાયટી આવેલી છે. જેમાં ઇશાવાસ્યમ નામનો બંગલો આવેલો છે. આ બંગલો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના વેવાઇ પ્રવીણભાઈ પટેલનોછે. હાલ પ્રવીણભાઇ પટેલ વડોદરા રહે છે અને અહીંયા તેમના બંગલામાં વિષ્ણુ કુચરા નામનો શખ્સ રહે છે, જે બંગલાનીદેખરેખ પણ કરે છે. છેલ્લા ચાર વર્ષથી વિષ્ણુભાઈ બંગલાની રખેવાળી કરતા હતા. રાતના 9 વાગ્યાની આસપાસ આવેલા અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી હતી. હત્યા બાદ આરોપી બંગલાના પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો. હત્યા કરનારો શખસ મૃતકના પરિચયમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાજકોટના અમીનમાર્ગ પરના બંગલામાં વિષ્ણુ કૂચરા નામના શખ્સની હત્યા થતા માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી ઝોન 2 તેમજ ડીસીપી ક્રાઇમ અને એસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ પોલીસે બંગલાની આસપાસ તેમજ આસપાસની સોસાયટી અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી હત્યારા કોણ હતા અને શા માટે નિપજાવી સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.