સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલએ તોડ દેંગે તુમ્હારા શરીર કા કોના કોના, લેકિન નહીં હોને દેંગે તુમકો કોરોનાના ડાયલોગથી ફેમસ થયેલો પોલીસ જવાન હીરા કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો.
મહત્વનુ છે કે, ઉધના વિસ્તારમાં ભેગી થયેલી ભીડને છૂટી કરવા માટે પોલીસ જવાન પ્રવિણ પાટીલ દ્વારા મોબાઈલ વાનમાં લગાવેલા સ્પીકરમાં આવેલા એનાઉન્સમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
જેમાં એનાઉન્સમેન્ટ કહે છે કે, તોડ દેંગે તુમ્હારે શરીર કા કોના કોના લેકિન હોને નહીં દેંગે તુમકો કોરોના, આપ સમજો હમ આપકી ભલાઈ કે લીયે હી યે સબ કર રહે છે.
આ વીડિયો એટલી હદે વાઈરલ થયો હતો કે, ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી, નેતાઓ સહિતાનાએ વખાણ કર્યા હતા. હવે આ પોલીસ જવાનને સુરતની હીરા કંપની દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા ફરી ચર્ચામાં આવ્યો છે.