પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંધ દ્રારા વિવિધ માંગણીઓને લઈ ને ધરણાં કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ પણ ધરણા માટે તંત્ર દ્રારા મજુરીના આપવામા આવતા ભારતીય કિસાન સંધ પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે મીટર આધારિત વિજદર ને હોર્સ પાવર આધારિત વિજદર માં લાવવા અને સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ જેવીકે ખેતી વિનાશક ભુંડ તથા રોજડાના ત્રાસ થી ખેડૂતોને મુક્તિ આપવા , રી-સર્વે માં થયેલ ભુલોનો જે તે પંચાયત સ્થળે જઈ સત્વરે નિકાલ લાવવો , વિજ બિલોમા અપાતો ફીક્સ ચાર્જ દુર કરવો તેમજ વીજ ચેકીંગ વખતે વધુ લોડ બતાવતા ગ્રાહકને લોડ વધારો કરવા માટે અપાતો સીકયુરીટી ચાર્જ ડીપોઝીટ મા સુધારો કરી માત્ર ટોકન તરીકે રૂપિયા ૨૦૦ કે ૨૫૦ પ્રતિ હોર્સ પાવર દીઠ રાખવો , જે વિસ્તાર માં સિંચાઇ ની સુવિધા નથી તેવા વિસ્તારોમાં તળાવો તેમજ ચેકડેમ ભરવાની યોજનાને પ્રધાન્ય આપી
ખેડૂતોને લિફટ ઈરીગેશન નો લાભ આપવો , કુષિ ક્ષેત્રે વપરાતા ખેત ઓજારો પર લાગતો જી.એસ.ટી દુર કરવો , જમીન વારસાઈ માં સીધી લીટી ના વારસદારો ને જે લાભ અપાય છે તેની જેમ જ આડી લીટી ના વારસદારો ને પણ વારસાઈ માં તેજ પ્રમાણે લાભ આપવો , રાસાયણિક ખાતર પર થયેલ અસહ્ય તોતિંગ ભાવ વધારો પાછો ખેચવો અથવા સરકાર શ્રીએ તેમા અપાતી સબસીડીમાં વધારો કરવો સહિત ની વિવિધ માંગણીઓ સુત્રોચ્ચારો સાથે પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે જઇ ને હાજર નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ ને આવેદનપત્ર આપી રજુઆતો કરી હતી તો આ પ્રસંગે ભારતીય કિસાન સંધ ના પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ , મંત્રી રમણભાઈ પટેલ , કોષાધ્યક્ષ નરસિંહભાઇ પટેલ , અનિભાઇ પટેલ , વિમલભાઈ પટેલ સહિત કાર્યકરો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા