વડોદરા મહાનગર પાલિકા દ્વારા થોડા દિવસો અગાઉ દબાણના ઓથા હેઠળ કેટલીક ડેરીઓ તોડી પાડવામાં આવી હતી. ત્યારેપાલિકાએ તોડેલા મંદિરોનો કાટમાળ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ શહેરનાઓલ્ડ પાદરા રોડ પર આવેલી કેટલીક ભગવાનની દેરીઓ નાગરિકોને અંધારામાં રાખી રાતો-રાત તોડી પાડવામાં આવી હતી.તોડેલા મંદિરોનો કાટમાળ પાલિકાએ કચરામાં ફેંક્યો હોય તેવી ચર્ચા હાલ શહેરમાં ચાલી રહી છે. સાથે ધાર્મિક લાગણી દુભાતાલોકોમાં પ્રચંડ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાની સાથે જ ગઈકાલે રાતથી જ હિન્દુ સંગઠનોના આગેવાનોઅને શહેરના નાગરિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તંત્ર સામે રોષે ભરાયેલા તમામ લોકોએ આખીરાત ધરણા પ્રદર્શન કરીસ્થળ પર જ રાતવાસો કર્યો હતો. નાગરિકોનો રોષ વડોદરા પાલિકા સામે આક્રોશનો ઉકળતો ચરું સાબિત થઈ રહ્યો છે.ત્યારે પોતાને ચુસ્ત હિન્દુ કહેનારા મેયર કેયુર રોકડીયાએ ગઈકાલ સુધી સ્થળ મુલાકાત લેવાની તસદી સુદ્ધાં લીધી ન હતી.
મોડે મોડે પોતાની ભૂલ સમજાતાં પાલિકાના મેયર કેયુર રોકડીયા અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ આજે સવારે સ્થળ પર\દોડી આવ્યા હતા. રોષે ભરાયેલા નાગરિકોને મનાવવા ભગવાનને ફૂલ હાર કર્યા હતા. મોડેમોડે જાગેલા શહેરના પ્રથમ નાગરિકએવા કેયુર રોકડીયાને જોતાની સાથે જ હિન્દુ સંગઠનો લાલઘુમ થયા હતા.ત્યારે એક સમયે સંગઠનના આગેવાન સ્વેજલ વ્યાસઅને મેયર સામસામે આવી ગયા હતા. આખરે મેયરે હિન્દુ સંગઠનોના આગેવાનો સામે બે હાથ જોડવાનો વારો આવ્યો હતો.ભારે ચર્ચા અને વિચારણા બાદ તમામ મૂર્તિઓને ફાયરબ્રિગેડની મદદથી તરસાલી ખાતે લઈ જવામાં આવી હતી. જોકે હિન્દુ સંગઠનો દ્વારા મૂર્તિઓ જ્યાંથી હટાવી ત્યાં પુનઃ સ્થાપના કરવાની રજૂઆત કરાતાં મેયર દ્વારા ઘટના અંગે તપાસ કરાવી મૂર્તિઓની પુનઃ સ્થાપના કરીશું તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું