આખા ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર અને પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે અને લોકોને કોરોના માહામારીમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે. જો કોઇ વ્યક્તિ માસ્ક વગર જાહેરમાં જોવા મળે તો તેને દંડ પણ ફટકારવામાં આવે છે. જોકે સરકારના જ નેતાઓ દ્વારા તેમજ તેમના પરિવારના સભ્યો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ નથી.
ભાજપના ઘણા નેતાઓના રેલીઓમાં જનમેદની ઉમટી હોય તેમજ ગરબા ઘુમ્યા હોય તેવા ઘણા વીડિયો સામે આવી ચુક્યા છે. ત્યારે ભાજપ એમએલએની પૌત્રીની સગાઈમાં હજારો લોકો ઉમટ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. તાપી જિલ્લાના ભાજપના ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. એકબાજુ રાજ્ય સરકારે લગ્ન સમારોહ જેવા કાર્યક્રમોમાં મહેમાનોની સંખ્યા મર્યાદીત કરી છે.
ત્યારે કાંતિ ગામિતની પૌત્રીના સગાઈ કાર્યક્રમમાં 5000થી વધુ લોકો સામેલ થયા હતા. એટલુ જ નહીં સગાઈ સમારોહમાં હાજર મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર ડીજેના તાલે ઝુમતા નજરે પડ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે. હવે સવાલ એ છે કે સરકાર આ મામલે કેવા પ્રકારના પગલા લે છે.
ધારાસભ્ય શ્રી ની દિકરીના લગ્નમાં મોજ-મસ્તી ને ધાંધલ ધમાલ,
અને આપણા માટે નિતી નિયમો.. 😂 pic.twitter.com/Et8hM4GBnt— Nayan Patel 🇮🇳 (@nayanpatel_tv) December 1, 2020