મહેસાણા જિલ્લાના વડનગરના 2000 વર્ષ જૂના હાટકેશ્વર મહાદેવ મંદિરનું હાલમાં બીજા ફેઝનુંરિનોવેશનનું કામ ચાલી રહ્યું છે ત્યારે આગામી સમયમાં મંદિરના શિખરને સુવર્ણમય બનાવવા કવાયહાથ ધરાઈ છે.મંદિરનું શિખર સુવર્ણમય બનાવવા આશરે 1.5 કિલોગ્રામ સોનાની જરૂરિયાત હોયઆગામી સમયમાં દાતાઓના સહયોગથી કામગીરી હાથ ધરાશે.એમ સુત્રોએ જણાવ્યું હતુ. 12 જ્યોર્તિંલિંગમાં જેનું સૌથી વધુ મહત્વ છે.
એવા નાગર લોકોના આરાધ્ય દેવ વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર નવા લુક સાથેતૈયાર થઈ રહ્યું છે. 4.22 કરોડના ખર્ચે મંદિરના ગર્ભગૃહ, સભાખંડ, શિખર સહિતનું રિનોવેશન કરવાની કામગીરી થઈ રહીછે.આગામી સમયમાં મંદિરની રોનકમાં વધારો કરવા શિખરને સુવર્ણમય બનાવવા નિર્ણય લેવાયો છે. દાતાઓના સહયોગથી મંદિરનું શિખર સુવર્ણમય બનશે. ત્યારે મંદિરની શોભામાં અભિવૃદ્ધિ થશે. ટૂંક સમયમાં આ કામગીરી હાથ ધરાશે.