થોડા દિવસ અગાઉ ઉધાર ચીજ વસ્તુ નહીં આપવાની અદાવત રાખી ગાંધીનગરના અંબાપુર ગામમાં કાફેનાં માલિકને આંતરીને ત્રણ ઈસમોએ ધોકા વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.અડાલજનાં મુખી વાસમાં રહેતો રોનક રમેશભાઈ પટેલ કોબા રોડ ઉપર રોની કાફે નામની હોટલ ચલાવે છે. થોડા દિવસ અગાઉ અંબાપુર ગામના ત્રણ ઈસમો કાફે ઉપર ગયા હતા. અને કેટલીક ચીજ વસ્તુ ઉધારીમાં માંગી હતી. જેથી રોનકે ઘસીને ઉધારમાં વસ્તુઓ આપવાની ના પાડી દીધી હતી.
આથી રોનકે ગાળો બોલવાની નાં પાડતા ત્રણેય જણાં એકદમ ઉશ્કેરાઈ જઈ ધોકા લઇને રોનકને ધોઈ નાખ્યો નાખી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેનાં કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેથી ત્રણેય ત્યાંથી રવાના થઇ ગયા હતા. બાદમાં રોનકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આવ્યો હતો. આ અંગે રોનકની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.