ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દુનિયાભરમાં આ વાયરસથી સંક્રમણ કેસની સંખ્યા વધીને 24,628,607 થઈ ગઈ છે. કોરોના સંક્રમણ મામલામાં અમેરિકા સૌથી ટોચ પર છે, જ્યાં અત્યાર સુધી 60 લાખ 46 હજારથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે.
તો બીજા ક્રમ પર બ્રાઝિલ છે તો ભારત કોરોના કેસ મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયુ છે. બ્રાઝિલમાં અત્યાર સુધી 37 લાખ 61 હજારથી વધુ કેસો નોંધાયા છે. જ્યારે ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસમાં મહામારી કોરોના વાયરસનું ભયાનક સ્વરુપ જોવા મળ્યુ છે. સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 76 હજારથી વધુ કેસો સામે આવ્યા છે.
બુધવારે જ્યાં રેકોર્ડ બ્રેક 76 ,014 નવા કેસ નોંધાયા હતા તો ગુરુવારે 76489 કેસ સામે આવ્યા, જે એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી વધુ કેસ છે. એટલુ જ નહીં છેલ્લા 24કલાકમાં કોરોનાથી 1081 મોત થયા છે. ભારતમાં અત્યાર સુધી 33 લાખ 87 હજારથી વધુ પોઝિટિવ કેસો નોંધાઈ ચુક્યા છે. દેશમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. અત્યાર સુધી ભારતમાં 61 હજાર 694 લોકો કોરોનાના કારણે મોતને ભેટી ચુક્યા છે. તો અત્યાર સુધી 25 લાખ 83 હજારથી વધુ લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. કોવિડ 19 પ્રભાવિત દેશોની યાદીમાં ભારત બાદ રશિયા 9 લાખ 75 હજાર કેસ સાથે ચોથા ક્રમાંકે છે.
દેશ કોરોના કેસ કોરોનાથી મોત
અમેરિકા 60.46 લાખથી વધુ 1.84 લાખથી વધુ
બ્રાઝિલ 37.64 લાખથી વધુ 1.18 લાખથી વધુ
ભારત 33.87 લાખથી વધુ 61 હજારથી વધુ
રશિયા 9.75 લાખથી વધુ 16 હજારથી વધુ
પેરુ 6.21 લાખથી વધુ 28 હજારથી વધુ