ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં વધતા જતા કેસોને લઈ તંત્રમાં પણ દોડધામ મચી છે. સુરતમાં 24 કલાકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા કેટલાક લોકોનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પૈકી 257 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 30 ઓગસ્ટ સાંજથી 31 ઓગસ્ટ સાંજ સુધીમાં સુરતમાં 257 કેસ નોંધાતાની સાથે કુલ કેસની સંખ્યા વધીને 20668 થઈ ગઈ છે.
જ્યારે સુરતમાં 24 કલાકમાં 137 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ સુરતમાં અત્યાર સુધી 17056 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 3 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 631 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 2884 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે, સુરતમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.