ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધતા સરકારની પણ ઊંઘ ઉડી ગઈ છે. 12 ઓગસ્ટ સાંજથી 13 ઓગસ્ટ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1092 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 75482 થઈ છે. રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
(File Pic)
તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1046 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 18 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2733 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 58439 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 251 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 166, વડોદરામાં 109 અને રાજકોટમાં 95 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 14310 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.