ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદની હેલી અવિરત ચાલુ છે. તૌ સૌરાષ્ટ્રના પણ ઘણા પંથકમાં મુશળાધાર વરસાદ વરસ્યો છે. હજી હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા NDRFની ટીમ સજ્જ કરાઇ છે.
(File Pic)
તકેદારીના ભાગરૂપે NDRFની 13 ટીમને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપી છે. તારીખ 13, 14 અને 15 તારીખે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
(File Pic)
છેલ્લાં 24 કલાકના વરસાદના આંકડા પર નજરી કરીએ તો, ૨૪ કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના માંડવીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં પોણા આઠ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. નર્મદાના દેવ્યાપાડામાં અને પંચમહાલના જાંબુઘોડામાં 7 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. વલસાડના પાલડીમાં પોણા સાત ઈંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે.